કચ્છના મહારાવ સ્વ. શ્રી મદનસિંહજી સાહેબની પુણ્યતિથી નિમીતે ભુજ નગરપાલિકા તેમજ રાજવી પરિવાર દ્વારા તેમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું હતું.

1001116879

આજરોજ તા. ૨૧/૦૬/૨૦૨૬ ના રોજ કચકચ્છના મહારાવ સ્વ. શ્રી મદનસિંહજી સાહેબની પુણ્યતિથી નિમિત્તે ભુજના નગરજનો વતી ભુજ નગરપાલિકાના પ્રમુખ શ્રી શીતલભાઈ સાહ તેમજ કચ્છના રાજવી પરિવારે ખેંગારપાર્ક પાસે આવેલ તેમની પ્રતિમાને હારારોપણ કરીને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવેલ હતું.

ઉપરોક્ત પ્રસંગે રાજવી પરિવારના હનુવંતસિંહજી, યુવરાજ પ્રતાપસિંહજી, કુંવર મેઘદીપસિંહજી, અનિરુધ્ધસિંહજી તેમજ શાલિનીદેવીજી, ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવી, ભુજ નગરપાલિકાના રૂલ્સ એન્ડ બાયલોઝ કમીટીના ચેરમેન હરેશભાઈ મહેશ્વરી, ટ્રાન્સપોર્ટ કમીટીના ચેરમેન પ્રશાંતભાઈ ગોસ્વામી, નગરસેવક વિમીબેન ઠક્કર તેમજ સામાજીક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.