ભચાઉ તાલુકા પંચાયત કચેરી ખાતે સામાન્ય સભામાં તાલુકા સામાજિક ન્યાય સમિતિ ની રચના માં ચૂંટાયેલા પ્રતિનિધિ ને બદલે કોઓપ્ટ સભ્ય નિમણૂક કરી.

આજે ભચાઉ તાલુકા પંચાયત કચેરી ખાતે નવા ચુંટાયેલા મહિલા પ્રમુખ ની આગેવાની હેઠળ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા તાલુકા વિકાસ અધિકારી શ્રી ભચાઉ એ કાર્યવાહી પાર પાડી હતી. આજની સભામાં કારોબારી સમિતી અને સામાજિક ન્યાય સમિતિ ની રચના કરવા માં આવી હતી.

કચ્છ જિલ્લા માં જેનું સામાજિક ન્યાય બાબતે બંધારણીય લડત લડવામાં નામ છે.અનુ.જાતિ જનજાતિ લોકો ને હક અધિકાર અને બંધારણીય ન્યાય અપાવવા વરસોથી લડતા એવા હાલમાં જ અનુ જાતિ સીટ ઉપરથી ચુંટાયેલા ભચાઉ તાલુકા પંચાયત ના એસસી સભ્ય મનજીભાઈ રાઠોડ ની સામાજિક ન્યાય સમિતિ ના સભ્ય પણ ન બનાવી ભાજપે સમગ્ર જાતિ થી તાલુકા માં ભેદભાવ કર્યો છે એવું મનજીભાઈ એ જણાવ્યું હતું. આ બાબતે બાબાસાહેબે બંધારણીય રીતે લોકશાહી માં અનુ સુચિત જાતિના હક અધિકાર ની જોગવાઈઓ કરેલી છે. જેને ધ્યાનમાં રાખી ને કાયદાકીય લડત લડવા નો મનજીભાઈ રાઠોડે હુંકાર કર્યો છે.

ભારતીય જનતા પાર્ટી નિડર અને કાયદા જાણનારા લોકો ને આવી સમિતિઓ થી દૂર કરી પોતાની દલિત આદિવાસી પછાત વિરોધી એજન્ડા ચલાવવા માંગતી હોવાનો આક્ષેપ મનજીભાઈ એ લગાવ્યો હતો. ભચાઉ તાલુકા પંચાયત માં બંધારણીય મૂલ્યો વિરુદ્ધ સમિતિ ઓની રચના કરવા ના આરોપ લગાવ્યા હતા.અનુ સુચિત જાતિના ચુંટાયેલા સભ્ય ને બાદ કરી ને બીજા ચુંટાયેલા ન હોય એવા અન્ય કોઈ ઓપ્ટ સભ્ય ની નિમણુક સામે ચુંટાયેલા મનજીભાઈ રાઠોડે મિટિંગમાં વાંધો ઉઠાવ્યો હતો. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની ઓફીસ થી થતી આવી સમિતિઓ અને સરકારી કામો સામે જાહેરમાં લડી લેવાની ખાત્રી આપી હતી.ભચાઉ તાલુકા પંચાયત ભાજપ ની ઓફીસ થી ઓપરેટ થતી હોવાનું પણ આરોપ મનજીભાઈ એ લગાડયો હતો.

પંચાયત ના ચુંટાયેલા પ્રતિનિધિઓ એ બંધારણ અને લોકશાહી મૂલ્યો ને ધ્યાનમાં રાખીને જે નિર્ણય લેવા જોઈએ એના બદલે ભાજપની ઓફીસોમાં થી લેવાતા નિર્ણયો થી દલિત આદિવાસી અને પછાત તથા અમુક સમાજ ને કાયમ અન્યાય કરવામાં આવે છે.

આ દેશ બંધારણ થી ચાલે છે તેમજ બંધારણ અને પંચાયતી રાજ વ્યવસ્થા ને લાંછન લગાડતા કોઈ પણ નિર્ણય વિરુદ્ધ કોર્ટમાં જવાની તૈયારી હોવાનું તાલુકા પંચાયત ભચાઉ વિપક્ષી નેતા મનજીભાઈ રાઠોડે જણાવ્યું હતું.