ભુજની પાલારા જેલમાં જેલ સહાયક પર કાચા કામના બે કેદીએ તીક્ષ્ણ બ્લેડથી કર્યો હુમલો

જેલના સર્કલ નંબર-2ના ગેટ પાસે ટેલિફોન બુથ નજીક કર્યો હુમલો. હુમલામાં ઘાયલ જેલ સહાયક પ્રીતેશ શાંતિલાલ વડાવીયા (ઉ.વ. ૨૮, રહે. મૂળ મોરબી)એ સજ્જનસિંહ હરવંશસિંહ રાયશીખ (મૂળ રહે. રાજસ્થાન) અને વિજયસિંહ મલકીતસિંહ રાયશીખ (મૂળ રહે. હરિયાણા) સામે ભુજ બી ડિવિઝન પો.સ્ટે.માં નોંધાવી ફરિયાદ.ગઈકાલે બેઉ જણની પ્રીતેશ સાથે બોલાચાલી થયેલી, તેની અદાવત રાખી કર્યો નજીકમાં બેસેલાં પ્રીતેશની પાછળ જઈ સજ્જનસિંહે ડાબા ચહેરા પર બ્લેડથી કર્યો હુમલો બેઉ.હુમલાખોરે અન્ય ચાર સાથે મળીને મે ૨૦૨૪માં અબડાસાના સાંધાણ ગામના ૩૫ વર્ષિય સુરેશ કટુઆ નામના યુવકને ગામ નજીક આવેલા પુલિયા પાસે પાણી ભરેલાં ખાડામાં દબાવીને મારી નાખેલો