આડેસર (પૂર્વ કચ્છ) પોલીસ સ્ટેશનની એન ડી.પી.એસ. ના ગુના કામેના નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી.. પશ્ચિમ કચ્છ-ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાશ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ આરોપીઓએ ગુનો કર્યા બાદ પોલીસ અટકાયત ટાળી નાશતા-ફરતાં આરોપીઓને શોધી તેઓને પકડવા માટે ખાસ સુચના આપેલ હોઇ, જે અન્વયે એસ.ઓ.જી., પશ્ચિમ કચ્છ ભુજના પો.ઇન્સ શ્રી એ ડી. પરમાર તથા પો.ઈન્સ.શ્રી એમ.આર. સકોરિયા સાહેબનાઓની ખાસ સુચનાથી એસ.ઓ. જી. સ્ટાફના કર્મચારીઓ આજરોજ તા. ૨૪/૦૪/૨૦૨૬ નો ભુજ ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઈ. નરેન્દ્રસિંહ જેઠુભા ઝાલા તથા પો.હે.કો. રઘુવિરસિંહ ઉદુભા જાડેજાનાઓને મળેલ સચોટ બાતમી હકિકત આધારે આડેસર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૯૯૩૦૦૫૨૬૦૨૨૯/૨૦૨૬, એન.ડી.પી.એસ. એક્ટ કલમ ૮(સી) વિ. મુજબના ગુના કામના નાશતા-ફરતાં આરોપી કિર્તીપુરી મહેન્દ્રપુરી ગૌસ્વામી, ઉવ.૩૦, રહે. પોલીસ ચોકીની પાછળ, મિરઝાપર, તા. ભુજ-કચ્છવાળાને ભુજ કોર્ટ પાસેથી પકડી પાડેલ. મજકુરે પૂછપરછ કામના નાશતા-ફરતો આરોપી કિર્તીપુરી મહેન્દ્રપુરી ગૌસ્વામી, ઉવ.૩૦, રહે-પોલીસ ચોકીની પાછળ, મિરઝાપર, તા.-ભુજ-કચ્છવાળાને ભુજ કોર્ટ પાસેથી પકડી પાડેલ. મજકુરે પૂછપરછ દરમ્યાન પોતાની ઉપરોકત ગુનામાં સંડોવણી હોવાનું જણાવેલ હોઇ જેથી કાયદેસરની કાર્યવાહી કરી બી.એન.એસ.એસ. કલમ-૩૫(૧) (સી) મુજબ મજકુરને અટક કરી આગળની તપાસ માટે ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે

આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એ.ડી. પરમાર, પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એમ.આર. સકોરિયા તથા એ.એસ.આઇ. નરેન્દ્રસિંહ ઝાલા તથા પો.હેડ.કોન્સ રઘુવિરસિંહ જાડેજા, ભાવેશભાઈ ચૌધરી, વનરાજસિંહ સોઢા તથા એલ.આર.પો.કોન્સ રવીન્દ્રકુમાર રાઠોડ જોડાયેલ હતા.

પકડાયેલ આરોપી:-

કિર્તીપુરી મહેન્દ્રપુરી ગૌસ્વામી, ઉવ.૩૦, રહે-પોલીસ ચોકીની પાછળ, મિરઝાપર, તા.-ભુજ-કચ્છ