ભચાઉ પો.સ્ટે વિસ્તાર પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પુર્વ–કચ્છ,ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં દારૂની વેચાણ હેરફેરની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ રાખી પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત-નાબુદ કરવા જરૂરી સુચના આપેલ.
જેથી પોલીસ ઈન્સપેકટર જે.એમ.વાળા એલ.સી.બી.નાઓની આગેવાનીમાં એલ.સી.બી ની ટીમ ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હકીકત મળેલ કે જીગર ઉર્ફે ઘાયલ તરસી કોલી રહે- હાલે સામખીયાળી વાળાએ સફેદ કલરના સ્કોરપીઓ વાહનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ મંગાવેલ અને હરદેવસિંહ ઉર્ફે વડી દીલુભા વાઘેલા રહે-ભીમાસર તા- રાપર વાળાના ખેતરમાં કટીંગ કરેલ છે અને ત્યાંથી કાળા કલરની કેટા ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને વેચાણ સારૂ નિકળેલ છે અને તેના માણસો દારૂ ભરેલ ગાડીની આગળ એક સફેદ કલરની કિયા ગાડીથી પાયલોટીંગ કરી રહેલ છે અને આ ગાડી ખારોઈ તરફ જઈ રહેલ છે તેવી ચોકકસ હકીકત આધારે એલ.સી.બીની ટીમ દ્વારા જરૂરી વર્ક આઉટ કરી અને આ વાહનોનો પીછો કરેલ અને ભચાઉ પોલીસ સ્ટાફને જાણ કરી ઉપરોક્ત બાતમી વાળા વાહનોની વોચ માં રહેવા જાણ કરવામાં આવેલ ત્યારબાદ એલ.સી.બી ટીમ તથા ભચાઉ પોલીસની ટીમ આ વાહનોનો પીછો કરી રહેલ હતી તે દરમ્યાન બંને ગાડીઓ ચોબારી ગામમાં આગળ રસ્તો બંધ આવતા તુરંત જ આ બંને વાહનોને કોર્ડન કરી પકડી પાડવામાં આવેલ જેમાંથી ચાર ઇસમોને પકડી પાડી કેટા ગાડી ચેક ક૨તા નીચે જણાવ્યા મુજબનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા મળી આવેલ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી સંડોવાયેલ આરોપીઓ વિરુધ્ધ એલ.સી.બી.દ્વારાશ્રી સરકાર તરફે ફરીયાદ આપી આગળની કાર્યવાહી માટે ભચાઉ પો.સ્ટે.માં સોંપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ-
(૧) અકબર જુમાજી સમા ઉવ.૨૭ રહે.શાંતિનગર,સામખિયાળી (પાયલોટીંગ કરનાર)
(૨) દિપક ઉર્ફે ડાલો મોહનભાઈ કોલી ઉવ.૨૨ રહે.ખારસર વાંઢ ગામ.ડાવરી,રાપર (વિદેશી દારૂ હેરેફેર કરનાર)
(3) ભાવેશભાઈ પ્રતાપભાઈ ઠાકોર ઉવ.૨૭ રહે. કોલીવાસ, આણંદપર, રાપર (પાયલોટીંગ કરનાર)
(૪) અજયસિંહ નોઘુભા વાઘેલા ઉવ.૨૫ રહે- દરબારવાસ,ભીમાસર (ભુટકીયા)
(દારૂનો જથ્થો મંગાવનાર)