મુંદરાના ગુંદાલા-પત્રી વિસ્તારમાં છૂટક ગાંજાનું વેચાણ કરતો ઈસમ જડપાયો

copy image

copy image

મુંદરાના ગુંદાલા-પત્રી વચ્ચે બંધ પેટ્રોલ પંપ પાસે છૂટક ગાંજાનું વેચાણ કરતા વવારના ઇસમને માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે પોલીસે પકડી પાડયો હતો. સૂત્રો માંથી મળતી માહિતી મુજબ ગઇકાલે પ્રાગપર પોલીસને બાતમી મળતા રેડ પાડતા વવારના રવેચીનગરમાં રહેતા ઇસમને માદક પદાર્થ ગાંજાનો જથ્થો કુલ વજન 144 ગ્રામ, જેની કિં. રૂા. 7,200 અને એક મોબાઇલ કિ. 10,000 એમ કુલે રૂા. 17,200ના મુદ્દામાલ સાથે પકડી લીધો હતો. આ ગાંજો તેણે એક ટ્રકચાલક પાસેથી મેળવ્યાનું જણાવ્યું હતું. આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.