આદિપુરમાં મુંદરા સર્કલ પાસે ઝૂંપડામાં રૂા. 45,400ના ગાંજા સાથે મહિલાની પોલીસે અટક કરી

copy image

copy image

 આદિપુરમાં મુંદરા સર્કલ પાસે ઝૂંપડામાં રૂા. 45,400ના ગાંજા સાથે મહિલાની પોલીસે ધરપકડ કરી હતી.સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ આદિપુરમાં મુંદરા સર્કલની પાસે દેશી દારૂના અનેક પોઇન્ટ હોવાના લોકો આક્ષેપ કરી રહ્યા છે.માર્ગ પરથી પસાર થતાં લોકોને તે દેખાય છે તેવામાં હવે અહીંથી ગાંજો મળતાં લોકોમાં હાહાકાર મચ્યો છે. અહીં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેનાર મહિલા ગાંજો વેચતી હોવાની પૂર્વ બાતમી મળતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. તે દરમ્યાન તેના ઝૂંપડામાંથી રૂા. 45,400ના 900 ગ્રામ ગાંજા સાથે આ મહિલાની પોલીસે અટક કરી હતી.જેની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.