રવાપર દબાણ પ્રશ્ને ભાડુંઆત હોવા છતાં તંત્ર દ્વારા નોટિસ અપાતા નોટિસ નો જવાબ અને તંત્ર ને પ્રતિ નોટિસ અપાઈ…

કચ્છ ભર માં ચાલુ દબાણ અગે ગહી કાલે માર્ગ મકાન પેટા વિભાગ રાજ્ય દ્વારા ખરાહી કર્યા વગર સ્થાનિક ગ્રામ પંચાયત ને વિશ્વાસ માં લીધા વગર જમીન મહેસૂલી અધિનિયમ 1879 ની કલમ 202 હેઠળ નોટિસ અપાતા સૌ વેપારી ઓ ની ગ્રામ પંચાયત ખાતે સરપંચ શ્રી પરેશ વિશનજી રૂપારેલ ના પ્રમુખ સ્થાને બેઠક યોજાઈ હતી જેમાં તાલુકા પંચાયત સભ્ય અશ્વિનભાઈ રૂપારેલ જિલ્લા પંચાયત સભ્ય નેહા અશ્વિન રૂપારેલ સહિત ગ્રામ પંચાયત ના તમામ હોદેદારો ગ્રામજનો ની હાજરી માં ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 110 હેઠળ 40 જેટલા ગ્રામ પંચાયત ના ભાડુતો છે જે વસૂલાત સરકાર શ્રી માં જમા થાય છે તે પૈકી મળેલ નોટિસ મુજબ 20 વેપારી ભાઈઓ સાથે ગ્રામ પંચાયત સરપંચ પરેશ રૂપારેલ અને તાલુકા પંચાયત સભ્ય અશ્વિનભાઈ રૂપારેલ સાથે પૂર્વ સરપંચ ઇસ્માઇલ પીંજારા સભ્ય અબ્દુલ ચાકી.. દેવેન્દ્ર નાકરાણી સહિત ગ્રામજનો પોતાના એડવોકેટ જે કે ચેનારાણા અને રાજ સચદે .સૌરવ રૂપારેલ સાથે મામલતદાર શ્રી
તાલુકા વિકાસ અધિકારી શ્રી
નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી
તલાટી મંત્રી અને સરપંચ શ્રી ને પણ સી પી સી ની કલમ 80 અને ગુજરાત પંચાયત એક્ટ ની કલમ 270 મુજબ પ્રતિ નોટિસ આપી હતી જેમાં તમામ પુરાવા રજૂ કર્યા હતા અને જરૂર પડે લડત શરૂ કરવા અને નામદાર હાઇકોર્ટ સમક્ષ પણ રજૂઆત કરવામાં આવશે તેવી રજૂઆત સાથે જન પ્રતિનિધિ ને વિશ્વાસ માં લહી કાર્યવાહી કરવા અન્યથા વિવાદ ની પણ ભીતિ સેવી હતી તંત્ર દ્વારા આ અગે યોગ્ય કાર્યવાહી અને વિશ્વાસ માં લેવાની ખાતરી સાથે સૌ વેપારી ની રજૂવાત સાંભળી હતી આ પ્રશ્ને ગ્રામ પંચાયત સરપંચ તેમજ 9 સભ્યો હોદ્દેદાર સાથે તાલુકા પંચાયત સભ્ય જિલ્લા પંચાયત સભ્ય ની સહી સાથે આવેદનપત્ર પણ અપાયું હતું તેવું યાદી માં જણાવ્યું હતું..