નલિયા કોઠારા હાઇવે પર ઓઈલ ટેન્કરોમાં ભીષણ આગ. બે બલ્કર સામસામે ભટકાતા મચી અફરાતફરી

નલિયા કોઠારા હાઇવે પર ભાનાળા ગામ પાસે બે ઓઈલ ભરેલા બલ્ક ટેન્કર સામસામે અથડાયા હતા

અકસ્માત એટલો ગંભીર હતો કે ક્ષણવારમાં બંને ટેન્કરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી

દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા

પ્રાથમિક માહિતી મુજબ બંને બલ્કરમાં ઓઈલ ભરેલું હતું

હાઇવે પર ટ્રાફિક થંભી જાય તેવા ભયાવહ દૃશ્યો સર્જાયા હતા

આગના કારણે હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી

રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થયાના સમાચાર નથી

અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે

ફાયર બ્રિગેડની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો છે