રાજસ્થાનના ગંગાનગરમાં યુવતી સાથે બળાત્કાર કરી અંજારમાં નાસી આવેલા ઇસમની ધરપકડ કરાઇ

dharpakd

copy image

copy image

રાજસ્થાનના ગંગાનગરમાં યુવતી સાથે બળાત્કાર કરી અંજારના વીડી ખાતે નાસી આવેલા ઇસમને સ્થાનિક પોલીસે પકડી રાજસ્થાન પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો.સૂત્રો માંથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર અંજારના વીડીમાં રહેનાર ઈસમ સામે રાજસ્થાનના ગંગાનગર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. જેમાં ઈન્સ્ટાગ્રામનાં માધ્યમથી યુવતીનો સંપર્ક કરી તેને ખોટું નામ આપી લલચાવી, ફોસલાવી, લગ્ન કરવાની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી ત્યારબાદ તેણે યુવતી સાથે બળાત્કાર કરી અહીં વીડી ખાતે ભાગી આવેલો હતો જેની અંજાર પોલીસને જાણ કરાતાં સ્થાનિક પોલીસે આ ઇસમને પકડી પાડયો હતો અને રાજસ્થાન પોલીસના હવાલે કરાયો હતો. આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.