અંજારના વરસામેડી પાસે પોલીસે કાર્યવાહી દરમ્યાન રૂા. 36,725નો શરાબ જપ્ત કરાયો
copy image

અંજારના વરસામેડી પાસે પોલીસે કાર્યવાહી દરમ્યાન રૂા. 36,725નો શરાબ જપ્ત કર્યો હતો.સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ વરસામેડીમાં અંબાજીધામ સોસાયટીના મકાન નંબર 242માં કાર્યવાહી દરમ્યાન પોલીસે એક ઇસમને ઝડપી પાડયો હતો. મકાનમાં પેટી પલંગમાંથી ગ્રીન લેબલની 700 મિલિની 65 બોટલ કિંમત રૂા. 36,725નો દારૂ જપ્ત કરાયો હતો. પકડાયેલો શખ્સ દારૂ વેચતો હોવાનું બહાર આવ્યું હતું. આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.