ભુજમાં વિકાસ કામ બાદ ખોદવામાં આવેલો ખાડો હજુસુધી એજ હાલતમાં

ભુજ: શહેરની પ્રાંત કચેરી સામે મુખ્ય માર્ગ પર વિકાસ કામ બાદ ખોદવામાં આવેલો ખાડો લાંબા સમયથી ખુલ્લો પડ્યો હોવાના કારણે વાહનચાલકો અને રાહદારીઓમાં ચિંતા જોવા મળી રહી છે. વ્યસ્ત માર્ગ પર ખુલ્લો ખાડો અકસ્માતનું કારણ બની શકે તેવી સ્થાનિકોમાં ભીતિ વ્યક્ત થઈ રહી છે.