વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂ પર BCCIએ લીધો મોટો નિર્ણય! 

copy image

copy image

ક્રિકેટની દુનિયામાં વર્તમાન સમયે ચારેય તરફ વૈભવ સૂર્યવંશી છવાયેલા છે. એવું લાગે છે કે તેમનું ડેબ્યૂ હાલમાં એક ઇન્ટરનેશનલ મુદ્દો બની ગયું છે. દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે તે ક્યારે ટીમ ઈન્ડિયાની જર્સીમાં જોવા મળશે. સૂત્રો માંથી પ્રાપ્ત થતી માહિતી મુજબ બીસીસીઆઈ તરફથી વૈભવના ડેબ્યૂને લઈને એક નિવેદન આવ્યું છે અને આ નિવેદન બીજું કોઈએ નહીં પણ બોર્ડના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ આપ્યું છે. રાજીવ શુક્લાએ આ બાબતમાં ટીમ મેનેજમેન્ટનો સાથ આપ્યો છે અને જણાવ્યું છે કે જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે વૈભવનું ડેબ્યૂ થઈ જશે. વૈભવે આઈપીએલ માં 776 રન બનાવીને ઓરેન્જ કેપ જીતી હતી અને ત્યાર બાદ ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવ્યું છે. રાજીવ શુક્લા પણ તેમની બેટિંગના ફેન છે. રાજીવ શુક્લાએ જણાવ્યું કે વૈભવને ટીમમાં ન રમાડવા અંગે તેમણે ઘણી નકારાત્મક કમેન્ટ્સ જોઈ છે, પરંતુ આ એક એવો મુદ્દો છે જેનો નિર્ણય કોચ અને કેપ્ટન બંનેએ મળીને લેવાનો હોય છે. રાજીવ શુક્લાએ જણાવ્યું કે , “અમે પણ એ વાત માનીએ છીએ કે તે ખૂબ જ પ્રતિભાશાળી ખેલાડી છે અને તેણે આઈપીએલ દરમિયાન પોતાની પ્રતિભા સાબિત કરી છે. મેં ટીમ મેનેજમેન્ટ વિરુદ્ધ ઘણી બધી કમેન્ટ્સ જોઈ, પરંતુ હું એ સ્પષ્ટ કરવા માંગું છું કે આ બાબતમાં કોચ અને કેપ્ટન જ અંતિમ નિર્ણય લેશે. તેઓ પરિસ્થિતિને જોઈ રહ્યા છે અને જ્યારે પણ યોગ્ય તક આવશે, ત્યારે તેઓ વૈભવને ચોક્કસપણે મોકો આપશે.”