ગાંધીધામ તાલુકાના મીઠીરોહર ગામે સરકારી જમીન પર થયેલ ગેરકાયદેસર દબાણ દુર કરવામાં આવ્યું

આજ તા.૦૪/૦૭/૨૦૨૬ ના રોજ મે.શ્રી જિલ્લા કલેકટર સાહેબની સુચના મુજબ, પ્રાંત અધિકારીશ્રી,અંજારના માર્ગદર્શન હેઠળ મામલતદાર, ગાંધીધામ તથા તેમની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે મોજે.મીઠીરોહર,તા.ગાંધીધામના સરકારી સ.નં.૫૭૩ પૈકીની જમીનમાં પી.એચ.સી.કેન્દ્રની પાછળ ગ્રાઉન્ડ પ્લસ એક માળની કુલ ૧૫ રૂમ વાળી રેસ્ટોરન્ટ સાથેની હોટલ, પાર્કિંગ, ગેરેજ, સર્વિસ સ્ટેશન તથા ૧૦ દુકાન બનાવી અંદાજીત ૨ (બે) એકર જેટલી સરકારી જમીન મુસ્તાક મામદ સોઢા, રહે.મીઠીરોહર,તા.ગાંધીધામ દ્વારા બિનઅધિકૃત દબાણ કરેલ. જે ગેરકાયદેસર કોમર્શિયલ દબાણો દુર કરવામાં આવેલ. આ કામગીરી બાદ કુલ અંદાજીત ૮૦૯૪ ચો.મી. જમીન જેની જંત્રી મુજબની અંદાજીત કીંમત રૂા.૧,૬૯,૯૭,૪૦૦/- અંકે રૂપીયા એક કરોડ ઓગણસીત્તેર લાખ સત્તાણું હજાર ચાર સો પુરા થાય છે. તે જમીન દબાણ મુકત કરી ખાલી કરાવવામાં આવી.