ગાંધીધામ તાલુકાના ચુડવા વિસ્તારમાં સરકારી જમીન પર થયેલ ગેરકાયદેસર દબાણ દુર કરવા માં આવ્યું

મોજે.ચુડવા,તા.ગાંધીધામના સરકારી સ.નં.૨૪૩ પૈકીની જમીનમાં સાયકલોન સેન્ટરની સામે અંદાજીત ૧૫૦ ચો.મી. જેટલી સરકારી જમીન રમજુ મામદ ગંઢ, રહે.પડાણા દ્વારા બિનઅધિકૃત દબાણ કરી દુકાનો બનાવવામાં આવેલ. જે ગેરકાયદેસર કોમર્શિયલ દબાણો દુર કરવામાં આવેલ. આ કામગીરી બાદ કુલ અંદાજીત ૧૫૦ ચો.મી. જમીન જેની જંત્રી મુજબની કીંમત રૂા.૧૯૬૫૦૦/- અંકે રૂપીયા એક લાખ છનું હજાર પાંચ સો પુરા થાય છે. તે જમીન દબાણ મુક્ત કરી ખાલી કરાવવામાં આવી.