ભારે વરસાદ વચ્ચે NDRF હાઈ એલર્ટ: કચ્છ સહિત 7 જિલ્લામાં 10 ટીમો તૈનાત, જવાનો રેસ્ક્યુ માટે સજ્જ
હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે.
સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા NDRFની કુલ 10 ટીમોને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી છે.
જૂનાગઢ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, કચ્છ, વલસાડ, સુરત અને બનાસકાંઠા જિલ્લામાં 1-1 NDRF ટીમ ડિપ્લોય કરવામાં આવી છે.
અમદાવાદમાં 2 ટીમો તૈનાત છે. જ્યારે વધુ 2 ટીમોને કોઈપણ ઇમરજન્સી સ્થિતિમાં તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી માટે સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
ફોટામાં NDRFના નારંગી યુનિફોર્મવાળા જવાનો પૂરગ્રસ્ત વિસ્તારમાં બોટ સાથે રેસ્ક્યુ ઓપરેશન માટે તૈયાર દેખાઈ રહ્યા છે.
તંત્રની આ તત્પરતાથી નાગરિકોમાં વિશ્વાસ વધ્યો છે.
નાગરિકોને અપીલ છે કે ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી ઘરની બહાર નીકળે અને તંત્રની સૂચનાનું પાલન કરે.