ઇંગ્લેન્ડ સામે ભારત ફરી હાર્યું!
copy image

copy image
ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે પાંચ મેચોની ટી20 શ્રેણીનો બીજો મુકાબલો માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં રમાયો હતો સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર ભારતે પ્રથમ બેટિંગ કરતાં ઇંગ્લૅન્ડને 191 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને ઇંગ્લૅન્ડે 19મી ઓવરમાં સરળતાથી હાંસલ કરી 4 વિકેટે મેચ જીતી લીધી. હવે ત્રીજો મુકાબલો 7 જુલાઇએ રમાશે. ઇંગ્લૅન્ડની શરૂઆત ખૂબ જ નબળી રહી હતી, જેમાં ઓપનર ફિલિપ સોલ્ટ (0) અને કૅપ્ટન જોસ બટલર (0) બંને અર્શદીપ સિંહનો શિકાર બની સસ્તામાં પેવેલિયન ભેગા થયા હતા. જો કે, મધ્યક્રમમાં જેકોબ બેથેલે શાનદાર ઇનિંગ રમીને ઇંગ્લૅન્ડની બાજી સંભાળી હતી.ત્યારબાદ બેથેલે માત્ર 46 બોલમાં અણનમ 76 રન ફટકાર્યા હતા, જ્યારે હેરી બ્રૂક (15 બોલમાં 39 રન) અને ટોમ બેન્ટન (32 બોલમાં 39 રન) તરફથી સારો સાથ મળ્યો હતો. ભારતે પાવરપ્લેમાં સારી શરૂઆત કરતાં 1 વિકેટે 65 રન બનાવ્યા હતા અને 15 ઓવરમાં સ્કોર 144 રન સુધી પહોંચાડી દીધો હતો. જ્યારે અંતિમ ઓવરોમાં રનની ગતિ ધીમી પડી હતી અને 16મીથી 18મી ઓવર વચ્ચે માત્ર 18 રન જ આવ્યા હતા, પરંતુ છેલ્લી ઓવરમાં ભારતીય બેટ્સમેનોએ 17 રન ફટકારીને 20 ઓવરમાં 7 વિકેટે 190 રનનો સ્કોર બોર્ડ પર મૂક્યો હતો. આ મેચમાં માત્ર 15 વર્ષ અને 99 દિવસની ઉંમરે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરીને વૈભવ સૂર્યવંશીએ ઇતિહાસ રચી દીધો છે. તે ભારત તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે, સાથે જ ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં સિક્સર મારનાર સૌથી નાની ઉંમરનો ભારતીય પણ બન્યો છે.