ભચાઉ નજીક અજાણ્યા બાઇકચાલકે હડફેટમાં લેતાં 33 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું

copy image

copy image

ભચાઉ નજીક અજાણ્યા બાઇકચાલકે હડફેટમાં લેતાં 33 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું હતું. સૂત્રો માંથી પ્રાપ્ત થતી માહિતી મુજબ સામખિયાળીથી ભચાઉ કુમાર ઇન્ડિયન પેટ્રોલ પંપની સામે સર્વિસ રોડ પર આ બનાવ બન્યો હતો ટ્રેઇલરમાં ઇન્દોર બાજુથી પવનચક્કી ભરી એક ઈસમ ભુજ આવી રહ્યો હતો,તે દરમ્યાન ભચાઉ નજીક વાહનના પૈડા તપાસ કરવા નીચે ઊતર્યો હતો તેવામાં અજાણ્યાં બાઇકે આ યુવાનને હડફેટમાં લીધો હતો ત્યારબાદ બાઇકચાલક નાસી ગયો હતો. ઘવાયેલા આ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવાયો હતો ત્યાં તેણે છેલ્લા શ્વાસ લીધા હતા. આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.