જાફરાબાદનું ટીંબી ગામ જળબંબાકાર: ભયાનક સ્થિતિ, ઘરોમાં ઘૂસ્યા પાણી, લોકો ફસાયા

જાફરાબાદ તાલુકાના ટીંબી ગામની સ્થિતિ અત્યારે ભયાનક બની ગઈ છે.
ધોધમાર વરસાદ અને આસપાસના વિસ્તારોમાંથી આવેલા પાણીના કારણે ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં 2-3 ફૂટ સુધી પાણી ઘૂસી ગયા છે.
રસ્તાઓ બંધ થઈ જતા ગામનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. અનેક પરિવારો ઘરમાં જ ફસાઈ ગયા છે અને બહાર નીકળી શકતા નથી.
ખેતરોમાં ઉભો પાક બરબાદ થઈ ગયો છે. પશુઓને પણ સુરક્ષિત જગ્યાએ ખસેડવાની ફરજ પડી છે.
સ્થાનિક લોકો તંત્ર પાસેથી તાત્કાલિક મદદ અને રેસ્ક્યુની માંગ કરી રહ્યા છે. હાલ NDRF અને તાલુકા તંત્રને જાણ કરવામાં આવી છે.
ટીંબી ગામના લોકોને અપીલ છે કે સુરક્ષિત સ્થળે રહે અને જરૂર પડે તો હેલ્પલાઈનનો સંપર્ક કરે.