મો.સા ચોરીના આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડી મુદામાલ રીકવ૨ ક૨તી આદિપુર પોલીસ

મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ-કચ્છ ગાંધીધામ નાઓએ તથા નાયબ પોલીસ અધિક્ષક સાહેબશ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર-વિભાગ અંજાર નાઓએ શરીર સબંધી તથા મિલ્કત સબંધી (વાહન ચોરીના) ગુનાઓ શોધી કાઢવા તેમજ દાખલ થયેલ ગુનાઓના આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોઇ
જે અન્વયે પોલીસ ઇન્સપેક્ટરશ્રી એમ.સી.વાળા આદિપુર પોલીસ સ્ટેશન નાઓનીની સુચના અન્વયે સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકિકત મળતા આદિપુર પો.સ્ટે (૧) ભાગ એ ગુ.૨.નં-૦૪૪૦/૨૦૨૬ બી.એન.એસ. કલમ-૩૦૩(૨) તથા (૨) ભાગ એ ગુ.૨.નં-૦૪૪૦/૨૦૨૬ બી.એન.એસ. કલમ-૩૦૩(૨) મુજબના ગુનાના આરોપી રાહુલ ઉર્ફે ગોંદો રાજેશભાઇ મહેશ્વરી ઉ.વ.૩૦ ૨હે હાલ બાગેશ્રી ૦૩ અંજાર મુળ રહે.નાના કપૈયા તા.મુંદ્રા જી.ભુજ કચ્છ વાળાને પકડી પાડી ચોરીમાં ગયેલ બંને એકટીવા રીકવર કરી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
શોધાયેલ ગુનાઓની વિગત –
(૧) આદિપુર પો.સ્ટે. ગુ.૨.નં.૪૪૦/૨૦૨૬ બી.એન.એસ કલમ ૩૦૩ (૨) મુજબ
(૨) આદિપુર પો.સ્ટે. ગુ.૨.નં.૪૪૧/૨૦૨૬ બી.એન.એસ કલમ ૩૦૩ (૨) મુજબ
પકડાયેલ આરોપીની વિગત-
(૧) રાહુલ ઉર્ફે ગાઁદો રાજેશભાઈ મહેશ્વરી ઉ.વ.૩૦ રહે હાલ બાગેશ્રી 03 અંજાર મુળ રહે.નાના કપૈયા તા.મુંદ્રા જી. ભુજ કચ્છ