દેશના ઈતિહાસમાં 72 વર્ષ બાદ ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. જમ્મૂ કાશ્મીરમાંથી કલમ 370 અને 35A હટાવાઈ છે. આ સાથે લદાખ અને જમ્મૂ કાશ્મીરને અલગ રાજ્ય બનાવી કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો અપાયો છે. રાજ્યસભામાં અમિત શાહે રજૂ કરેલાં આ અંગેના સંકલ્પ પત્રને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો એ આદેશ જેને કાશ્મીરમાંથી હટાવી કલમ-370 જમ્મૂ-કાશ્મીરને લઇને મોદી સરકારે ઐતિહાસિક પગલું લીધુ છે. જમ્મૂ-કાશ્મીર હવે એક કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયો છે. આ સાથે ઘાટીમાંથી 370 દ્વારા મળતો વિશેષાધિકાર હવે નહીં મળે. આ સિવાય કેન્દ્ર સરકારે લદ્દાખને જમ્મૂ-કાશ્મીરથી અલગ કરી દીધુ છે. આમ હવે લદ્દાખ હવે એક અલગ રાજ્ય હશે.