નારણપરમાં યુવાને ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

copy image

copy image

ભુજ તાલુકાના નારણપર ગામે 23 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી હતી. નારણપરના ઈન્દિરાવાસમાં રહેતા યુવાને પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસોખાઈ લેતાં તેના કૌટુંબિક ભાઈએ તેને સારવાર  અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ જતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ અંગે માનકૂવા પોલીસ મથકે વિગતો જાહેર કરાતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.