ગાંધીધામ : કોહવાયેલી લાશ શહેરના યુવાનની હોવાનું ખૂલ્યું
ગાંધીધામ શહેર નજીક શાંતિલાલ ગોદામ પાસે ગટરનાં નાળાંમાંથી મળેલી લાશ પ્રકાશ પરસોત્તમ દેવીપૂજક (વડેચા) (ઉ.વ. 26)ની હોવાનું સામે આવ્યું છે. સૂત્રો માંથી મળતી માહિતી મુજબ ખારીરોહર નજીક શાંતિલાલ ગોદામ વિસ્તારમાં એસ.કે. ગોદામ સામે ગટરનાં નાળાંમાંથી ગત તા. 4/7ના એક લાશ મળી આવી હતી. આ લાશ કોહવાયેલી હોવાથી પી.એમ. અર્થે જામનગર લઇ જવાઇ હતી. દરમ્યાન પોલીસે આ લાશ કોની છે તે અંગે તપાસ હાથ ધરી હતી અને અંતે આ લાશ જી.આઇ.ડી.સી. ઝૂંપડા, શનિવાર બજારની બાજુમાં રહેતા પ્રકાશ દેવીપૂજકની હોવાનું બહાર આવ્યું હતું. આ ચકચારી બનાવની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.