અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ વધુ ઉગ્ર બન્યો.

copy image

copy image

અમેરિકાએ ઈરાન પર વધુ એક વખત હવાઈ હુમલાઓ શરૂ કર્યા છે.

અમેરિકન સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા મુજબ, રાષ્ટ્રપતિના નિર્દેશ બાદ હોર્મુઝ જળમાર્ગમાં નૌકાવહન (Freedom of Navigation) માટે ઈરાન ઉભું કરી રહેલા ખતરાને નબળો પાડવા વધારાના સૈન્ય હુમલા કરવામાં આવી રહ્યા છે.

અહેવાલો અનુસાર બુશેહર, બંદર અબ્બાસ, ચાબહાર સહિત ઈરાનના અનેક સ્થળોને નિશાન બનાવી હવાઈ હુમલા કરવામાં આવ્યા છે.

ઈરાને જણાવ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પની ‘બદતમીજી’નો જવાબ હવે માત્ર શબ્દોથી નહીં, પરંતુ કાર્યવાહીથી આપવામાં આવશે. રાત્રે અમેરિકાના હુમલાના જવાબમાં ઈરાને કુવૈત, બહેરીન અને કતારમાં આવેલા અમેરિકી સૈન્ય મથકોને મિસાઇલ અને ડ્રોન હુમલાથી નિશાન બનાવ્યાનો દાવો કર્યો છે. ઈરાને અમેરિકા પર યુદ્ધવિરામના ઉલ્લંઘનનો આરોપ લગાવી કડક જવાબની ચેતવણી આપી છે. મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ જેવી સ્થિતિ સર્જાતા વૈશ્વિક સ્તરે ચિંતા વધી છે.