પોરબંદરના આકાશમાંથી ધડામ! ધરમપુર નજીક ઈન્ડિયન નેવીનું UAV ક્રેશ, પેટ્રોલિંગ દરમિયાન દુર્ઘટના
copy image

પોરબંદરના આકાશમાં આજે ભારે ચકચાર મચી ગઈ. એરપોર્ટ પાછળ આવેલા ધરમપુર નજીક ઈન્ડિયન નેવીનું એક અનમેન આરમેન વ્હીકલ એટલે કે UAV ક્રેશ થયું છે.
મળતી માહિતી મુજબ, આ ઘટના નિયમિત પેટ્રોલિંગ દરમિયાન બની હતી. દરિયાઈ સુરક્ષા અને આકાશી દ્રશ્યો કેમેરામાં કેદ કરવાનું કામ કરતું આ UAV અચાનક ટેકનિકલ ખામીના કારણે નીચે પટકાયું હતું.
ધરમપુર વિસ્તારના લોકોએ પહેલા મોટો અવાજ સાંભળ્યો અને પછી ધુમાડાના ગોટા દેખાયા. ત્યારબાદ ઘટનાસ્થળે નેવીના અધિકારીઓ અને સુરક્ષા દળો તાત્કાલિક પહોંચી ગયા હતા અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે.
નોંધનીય બાબત:
આ UAV માનવરહિત હતું એટલે કોઈ જાનહાનિના સમાચાર નથી. આ પ્રકારના ડ્રોનનો ઉપયોગ મુખ્યત્વે દરિયાઈ સીમા પર નજર રાખવા અને આકાશી સર્વેલન્સ માટે થાય છે.
નેવી દ્વારા દુર્ઘટનાના કારણોની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ક્રેશ થયેલા UAVના ભંગારને કબજામાં લઈને તપાસ કરવામાં આવશે.