આરોપીઓને કડક સજા કરવા આવેદનપત્ર પાઠવી રજૂઆત

copy image

 રાજસ્થાનના ગંગાનગર ખાતે 13 વર્ષની સગીરા પર સામૂહિક બળાત્કારના બનાવને ધ્યાને લઈ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાજેશભાઈ જેઠી, પ્રજ્ઞેશભાઈ ચોથાણી, જાગીરસિંહ સરદાર, કપિલ મહેતા દ્વારા રાષ્ટ્રપતિ તથા કલેકટરને આવેદનપત્ર પાઠવી ગુનેગારોને કડક સજા ફટકારવા કહ્યું હતું. રાજસ્થાન ઉપરાંત કોલકતામાં બનેલા આવા બંને બનાવના આરોપીઓને સત્વરે દાખલો બેસાડતી કડક સજા કરી પીડિત પરિવારોને ન્યાય મળે તેવી માંગ કરી હતી. માત્ર મિલકતો પર કાર્યવાહી કરવાથી ન્યાય નહીં મળે તેવો રોષ વ્યક્ત કરતાં ગુનેગારોને કડક સજા સાથે દંડ કરવા જણાવ્યું હતું.