રાપરના કાનમેરમાં બસની હડફેટે ૩૫ વર્ષીય યુવાનનું મોત
રાપરના કાનમેરમાં મિની લક્ઝરી બસ પગપાળા જતા ૩૫ વર્ષીય યુવાનને હડફેટમાં લઇ મોત નીપજાવી નાસી ગઇ હતી.મળતી માહિતી મુજબ કાનમેર ગામના પાટિયા નજીક વળાંકમાં બપોરના અરસામાં જીવલેણ અકસ્માત સર્જાયો હતો. ગામમાં રહેનાર યુવાન ખેતરે આંટો મારવા ગયો હતો. બાદમાં તે પગપાળા જઇ રહ્યો હતો, ત્યારે પૂરપાટ અને ધસમસતી આવતી મિની બસએ આ યુવાનને હડફેટમાં લીધો હતો.અકસ્માત બાદ ચાલક બસ લઈને નાસી ગયો હતો. ઘવાયેલા યુવાનને સારવાર અર્થે લઈ જવાતાં હોસ્પિટલ ખાતે હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.