ફોર વ્હીલર LVM કાર તથા થ્રી-વ્હીલર અને ટ્રાન્સપોર્ટમાં વાહનોમાં પસંદગીના નંબર મેળવવા નોંધણી કરવાની રહેશે
પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, અંજાર-કચ્છની અખબારી યાદી મુજબ ફોર વ્હીલર એલ.એમ.વી. કાર, થ્રી – વ્હીલર અને ટ્રાન્સપોર્ટ વાહનો(HGV)માં અગાઉની બાકી રહેલા ગોલ્ડન, સિલ્વર નંબરોનું રી-ઓક્શન શરૂ કરવામાં આવનારું છે. ઓનલાઇન અરજી ૧૭/૦૭/૨૦૨૬, સમય સાંજે ૦૪ કલાકે શરૂ થશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૯/૦૭/૨૦૨૬, સમય સાંજે ૦૪ કલાક સુધી રહેશે. ઇ-ઓક્શનની શરૂઆત તારીખ ૧૯/૦૭/૨૦૨૬, સમય સાંજે ૪ કલાક સુધી, ઇ-ઓકશન સમાપ્ત તારીખ ૨૧/૦૭/૨૦૨૬, સમય સાંજે ૪ કલાક સુધી કરવામાં આવશે.
સુવર્ણ-ગોલ્ડન નંબર ફીના રૂ.૪૦૦૦૦, રજત-સીલ્વર નંબર ફીના રૂ.૧૫૦૦૦ રહેશે. જ્યારે અન્ય નંબરમાં ૮૦૦૦ ફી રહેશે.