ભંગેરા નજીક દેશી બંદૂક સાથે શખ્સની ધરપકડ
copy image

રાપરના આડેસર નજીક ભંગેરા ગામના પાટિયા પાસેથી એક શખ્સને પોલીસે પકડી પાડી તેની પાસેથી દેશી બંદૂક જપ્ત કરી હતી. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આડેસરની સ્થાનિક પોલીસ ગત મોડી રાત્રે પેટ્રોલિંગમાં હતી દરમ્યાન આ ટીમ આડેસરથી રાપર જતા માર્ગ પર ભંગેરા પાટિયા પાસે હતી તેવામાં પગપાળા આવતો શખ્સ શંકાસ્પદ જણાતાં તેને રોકાવી તેની તપાસ કરાઇ હતી. આડેસરના શખ્સ પાસેથી બંદૂક મળતાં તેની અટક કરવામાં આવી હતી. આ શખ્સ પાસેથી રૂા. 5000ની ત્રણ ફૂટ નવ ઇંચની દેશી બંદૂક જપ્ત કરવામાં આવી હતી. આ શખ્સે પોતાની પાસે શેના ઉપયોગ માટે બંદૂક રાખી હતી તેમજ તે કયાંથી લાવ્યો હતો તે બહાર આવ્યું નથી.