માંડવી ધોરીમાર્ગ પર સ્મૃતિવન સામે લક્ઝરીની ટક્કરથી બાઈકસવારનું મોત

copy image

copy image

ભુજ તાલુકાના માંડવી ધોરીમાર્ગ પર સ્મૃતિવન સામેના માર્ગે બાઈકને ખાનગી લક્ઝરીએ ટક્કર મારતાં 24 વર્ષીય બાઈકસવારનું ગંભીર ઈજાના પગલે તેનું મોત નીપજ્યું હતું,સૂત્રો માંથી મળતી માહિતી મુજબ ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ સ્થિત પોલીસચોકીમાં લખાવાયેલી વિગતો અનુસાર, માંડવી ધોરીમાર્ગ પર બાઈકથી જઈ રહેલા બે જણને સામેથી આવતી ખાનગી લક્ઝરીએ ટક્કર મારતાં બાઈક પાછળ બેઠેલા આ હતભાગી યુવાનને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી,તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ મામલે માનકૂવા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.