સામખીયાળીમાં થયેલ રૂ. ૯.૪૦ લાખની ઘરફોડ ચોરીનો માસ્ટરમાઈન્ડ ઘરનો જ સભ્ય નીકળ્યો, મુંબઈથી આરોપી ઝડપાયો!

પૂર્વ-કચ્છ ગાંધીધામ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ સામખીયાળી વિસ્તારમાં થયેલી મોટી ઘરફોડ ચોરીનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. કૌટુંબિક ઝઘડાનો બદલો લેવા માટે ઘરની જ પુત્રવધૂએ મુંબઈ રહેતા પોતાના ભાઈ સાથે મળીને આ ચોરીનો પ્લાન ઘડ્યો હતો.
- ગઈ તા. ૦૬/૦૭/૨૦૨૬ ના રોજ સામખીયાળીની પટેલ રેસીડેન્સીમાં એક ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂ. ૯,૪૦,૦૦૦/- ની ચોરી થઈ હતી.
- LCB ની ટીમે ટેકનિકલ એનાલિસિસ અને બાતમીદારોની મદદથી તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો કે કૌટુંબિક અણબનાવના કારણે ફરિયાદીના ભાભી રૂબી ઉર્ફે રાધાએ જ પોતાના કૌટુંબિક ભાઈ અમરકુમાર સાથે મળીને ચોરી કરાવી હતી.
- ચોરી કરીને મુંબઈ ભાગી ગયેલા આરોપી અમરકુમાર ભૈરવસિંગ (ઉ.વ. ૪૩) ને LCB ની ટીમે મુંબઈ (વસઈ) ખાતેથી દબોચી લીધો છે.
- પોલીસ દ્વારા આરોપી પાસેથી સોના-ચાંદીના દાગીના અને મોબાઈલ સહિત કુલ રૂ. ૬,૮૯,૧૦૦/- નો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે.
પૂર્વ-કચ્છ LCB પી.આઈ. જે.એમ.વાળા, પીએસઆઈ ડી.જી.પટેલ અને સ્ટાફ દ્વારા આ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે.