`ટિપ્પણીઓ’થી સરકાર પંચથી નારાજ છે, તો હું આત્મહત્યા કરી લઈશ:મનમોહન સિંહ

ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસ.વાય. કુરેશીએ પોતાના આગામી પુસ્તકમાં ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ વિશે એક ખુલાસો કર્યો છે, જેમાં તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહે જણાવ્યું હતું કે, જો તમને એવું લાગતું હોય કે, ચૂંટણીપંચની કાર્યપદ્ધતિ પર મંત્રીઓ દ્વારા કરવામાં આવતી `ટિપ્પણીઓ’થી સરકાર પંચથી નારાજ છે, તો હું આત્મહત્યા કરી લઈશ. સિંહે કુરૈશીને એમ પણ જણાવ્યું હતું કે, ચૂંટણી પંચ ફક્ત ભારતનું ગૌરવ નથી; તે દેશના લોકશાહીનો આત્મા છે અને જો આપણે તે ગુમાવીએ છીએ, તો આપણે બધું ગુમાવી દઈશું. આ વાતચીતનો ખુલાસો કુરૈશીના આગામી પુસ્તક `ઇન્ડિયા એન્ડ આઈ : અ હન્ડ્રેડ મેમોરિઝ, નોટ અ મેમોઇર’માં કરાયો છે. તે સમયે કાયદામંત્રી સલમાન ખુર્શીદે એક ચૂંટણી રેલીમાં વચન આપ્યું હતું કે, જો તેમની પાર્ટી સત્તામાં આવશે, તો નોકરીઓમાં મુસ્લિમો માટે અનામત 4.5 ટકાથી વધારીને 9 ટકા કરવામાં આવશે. ભાજપે તાત્કાલિક ચૂંટણીપંચને ફરિયાદ કરી, આને આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. કુરેશીએ લખ્યું, અમે ચાર દિવસની સુનાવણી યોજી. કોંગ્રેસ તરફથી અભિષેક મનુ સિંઘવી અને ભાજપ તરફથી અરુણ જેટલીએ દલીલો કરી. બે પ્રખ્યાત કાનૂની વિદ્વાનો ચૂંટણી વચન અને મતદારોને પ્રલોભન વચ્ચેની રેખા ક્યાં દોરવી તે જટિલ પ્રશ્ન પર તેમની દલીલોની ચકાસી હતી અને આખરે પંચે ખુર્શીદને દોષિત ઠેરવ્યા હતા. ખુર્શીદ કમિશનની કાર્યવાહીથી સ્પષ્ટપણે નારાજ હતા. આ પછી, કોંગ્રેસમાં એવા અવાજો આવવા લાગ્યા કે ચૂંટણી કમિશન ઘમંડી અથવા મનસ્વી બની ગયું છે. કુરેશી પુસ્તકમાં લખે છે, ટીકા મને ક્યારેય પરેશાન કરતી નથી, પરંતુ સંસ્થાઓની વિશ્વસનીયતાને ધીમે ધીમે નબળી પાડતા છુપા નિવેદનો કરે છે. આવા વાહિયાત નિવેદનો અસ્વીકાર્ય હતા.