કચ્છ જિલ્લાનના કલાકારો માટે કલા મહાકુંભમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : ૦૫/૦૮/૨૦૨૬

રાજ્ય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર પ્રેરિત કમિશ્નરશ્રી, યુવક સેવા અને
સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત તથા જીલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની ક્ચેરી,કચ્છ-ભુજ દ્વારા સંચાલિત કલા અને સંસ્કૃતિથી લોકો માહિતગાર થાય તે હેતુથી “કલા મહાકુંભ- ૨૦૨૬-૨૭” નું આયોજન થનાર છે જેનું રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાની છેલ્લી તા. ૦૫/૦૮/૨૦૨૬ છે. આ વર્ષે કલા મહાકુંભમાં કુલ ૩૭ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ અને કુલ ચાર વયજૂથ ૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ, ૨૧ થી ૫૯ વર્ષ અને ૬૦ વર્ષથી ઉપરના(૬૦ વર્ષથી ઉપરના સ્પર્ધા સિધ્ધી રાજયકક્ષા એ યોજાશે). વયજૂથમાં સ્પર્ધા યોજાશે. જેમાં તાલુકા કક્ષાએ થી શરૂ થતી કુલ ૧૪ કૃતિ જેમાં સમૂહગીત, ગરબા, લોકનૃત્ય, રાસ, એકપાત્રીય અભિનય, ભરતનાટ્યમ, વકતૃત્વ, ચિત્રકલા, નિબંધ, સુગમ સંગીત, લગ્નગીત, તબલા, હાર્મોનિયમ (હળવું), લોકગીત/જન, સીધી જિલ્લા કક્ષાએથી શરૂ થતી સ્પર્ધા કાવ્ય લેખન, ગઝલ શાયરી લેખન, લોકવાર્તા, દુહા- છંદ-ચોપાઇ, સર્જનાત્મક કારીગરી, સ્કુલબેન્ડ, ઓર્ગન, કથ્થક, શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિંદુસ્તાની), તેમજ સીધી પ્રદેશકક્ષાએથી શરૂ થતી સ્પર્ધાઓમાં ઓડીસી, મોહીની અટ્ટમ, કુચીપુડી, સિતાર, ગીટાર, વાયોલીન, વાંસળી અને સીધી રાજ્યકક્ષાએથી શરૂ થતી સ્પર્ધાઓમાં પખાવજ, મૃદંગમ, સરોદ, સારંગી, ભવાઈ, જોડિયાપાવા, રાવણ હથ્થો, વગેરે કૃતિઓ યોજાશે. આ સ્પર્ધામાં વધુમાં વધુ કલાકારો ભાગ લે તે માટે તમામ શાળાઓ, કોલેજો તથા વિવધ સંસ્થાઓ તેમજ ભણતા કે ભણતા કલાકારોને આથી જણાવવામાં આવે છે કે, કલા મહાકુંભની વિગતવાર ફોર્મ પ્રવેશપત્ર જીલ્લા યુવા અને સાંસ્કૃત્તક પ્રવૃત્તિઓની કચેરી, રૂમ નં.૪૧૧, ત્રીજોમાળ, બહુમાળીભવન, ભુજ ખાતે ઉપરોક્ત જણાવેલ સ્થળ પરથી નિયત નમુનામાં પ્રવેશપત્ર મેળવી સિધ્ધી તાલુકા કક્ષા,સિધ્ધી જીલ્લા કક્ષા ,સિધ્ધી પ્રદેશ કક્ષા, સિધ્ધી રાજયકક્ષા દરેકના ફોર્મ તા.૦૫/૦૮/૨૦૨૬ સુધીમાં કચેરી સમયે ફોર્મ સાથે આધાર કાર્ડની નકલ તથા બેંક પાસબુકની નકલ સામેલ રાખી જમા કરાવી જવાનું આથી જીલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી,કચ્છ-ભુજ દ્વારા જણાવવામાં આવ્યું છે.