અજાણ્યા શખ્સની કોહવાયેલી લાશના ઓળખીતાને પોલીસનો સંપર્ક કરવા અપીલ
ભુજ માં ગઇકાલે નાગોર રોડ પાસેથી અજાણ્યા પુરુષની કોહવાયેલી લાશ મળતાં આ શખ્સના કોઇ ઓળખીતા હોય તો પોલીસનો સંપર્ક કરવા અપીલ કરાઇ છે. ભુજ બી-ડિવિઝનના પીએસઆઇ મયુર એચ. પટેલે કહ્યું હતું કે, ગઇકાલે તા. 12/7ના નાગોર રોડ પર આવેલા જામિયા અરેબિયા ળુમિયા ઇસ્લામિયા મદરેસાની સામે આવેલી બાઉન્ડ્રીવાળા બાવળોની ઝાડીમાં આવેલા પતરાની ઓરડીમાં અજાણ્યા પુરુષની કોહવાયેલી લાશ મળી છે. તેણે પીળા કલરનું અડધી બાંયનું ટી-શર્ટ અને વાદળી ટ્રેક પેન્ટ પહેરેલ હતું. ટી-શર્ટ પર જાયિંયહ જવુફળ છયબફનું લખાણ અને એક સ્ટાર આકારનો લોગો છે. ચહેરો સ્પષ્ટ જોઇ શકાતો નથી. આ શખ્સને કોઇ ઓળખતો હોય તો મો.નં. 97254 22640 (પીએસઆઇ એમ. એચ. પટેલ)નો સંપર્ક કરવા અપીલ કરાઇ છે.