અંજાર તાલુકાના પાશૂડા ગામની પ્રાથમિક શાળાની જેને ગ્રામ જનો દ્વારા તાળા મારી દેવામાં આવ્યા છે. જ્યારે નિયમોની વાત આવે ત્યારે આપણે પણ ચોંકી ઉઠીયે છીએ. જે નિયમો હોય છે તે નિયમો પ્રમાણે 30 થી ઓછા વિધાર્થીઓ હોય છે તેવી શાળાની જ્યારે પુષ્ટિ થાય ત્યારે તે શાળામાં આવેલ વર્ગ ખંડને બંધ કરી દેવામાં આવે છે આત્યારે પશુડા ગામમાં અવેલ શાળામાં 6 થી 8 ધોરણ બંધ કરી દેવામાં આવ્યા છે તેવા આદેશના કારણે પશુડાના ગ્રામજનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યું છે કે, એક બાજુ સરકાર બેટી પઢાઓ બેટી બચાવોની વાત કરી રહી છે ત્યારે પશૂડા ગામમાં આવેલ શાળાના વર્ગ ખંડને બંધ કરી દેવામાં આવ્યુ છે. આ બાબતે ગ્રામજનો દ્વારા સરકાર સમક્ષ ઉગ્ર રોષ ફેલાયો છે અને આજે સવારે ગામ લોકો પ્રાથમિક શાળામાં જઈને તાળાબંધી કરી હતી અને ગામ લોકોની માંગ હતી કે જે 6 ને 8 ધોરણ ચાલુ છે તેને ચાલુ રાખવામાં આવે તેવી માંગણી કરાઇ અને જો માંગણી નહીં સ્વિકારે તો તાળાબંધી નહીં ખૂલે તેવી પણ ચીમકી અપાઈ હતી.