ફરી છેતરપિંડીના 15.16 લાખનાં નાણાંનો રેલો ભુજ સુધી આવ્યો

અલગ-અલગ રાજ્યોમાંથી ઓનલાઈન છેતરપિંડીનાં નાણાં કચ્છના વિવિધ બેન્ક ખાતામાં આવતાં ફરિયાદો દાખલ થાય છે, ત્યારે વધુ એક આવી ફરિયાદ નોંધાઈ છે. ભુજના બી-ડિવિઝન પોલીસ મથકે પોલીસ દ્વારા નોંધાયેલી ફરિયાદ મુજબ મ્યુલ એકાઉન્ટની તપાસણી દરમ્યાન કે.ડી.સી.સી. બેન્કના એકાઉન્ટ નં. 191001057450માં ગત તા. 3/6/25થી આજ દિન સુધી દેશના અલગ-અલગ રાજ્યોમાં થયેલી ઓનલાઈન છેતરપિંડીનાં નાણાં કુલ રૂા. 15,16,626 આવ્યા હતા. આથી આ એકાઉન્ટના ધારક અને તપાસમાં જે ખૂલે તેની સામે ફરિયાદ નોંધાઈ છે. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલાં પણ આવી જ એક ફરિયાદ પણ કે.ડી.સી.સી. બેન્કના ખાતાધારક વિરુદ્ધ નોંધાઈ હતી. તપાસના પગલે આવનારા દિવસો આવી વધુ ફરિયાદો નોંધાશે તેવો ગણગણાટ શરૂ થયો છે.