મુંદરામાં 2.10 લાખના હેરોઇન સાથે શખ્સની અટકાયત

મુંદરાથી માદક પદાર્થ હેરોઇન 10.5 ગ્રામ કિં.રૂા. 2,10,000ના જથ્થા સાથે પંજાબના આરોપીને એસઓજીએ બાતમીના આધારે ઝડપી લીધો હતો.સૂત્રો માંથી મળતી માહિતી મુજબ એસઓજીની ટીમ મુંદરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમી મળી કે, જી.આઇ.ડી.સી. ખાતે આવેલી ત્રિવેણી આર્કેડ પાસે યુવાને પોતાની પાસે ડ્રગ્સનો જથ્થો રાખ્યો છે. બાતમીના પગલે જરૂરી કાર્યવાહી અને પંચોને સાથે રાખી ત્યાં જઇ આરોપીને ઝડપી તેની અંગઝડતી લેતાં તેની પાસેથી માદક પદાર્થ હેરોઇન જથ્થો 10.5 ગ્રામ કિં.રૂા. 2,10,000, એક મોબાઇલ કિં.રૂા. 5000, રોકડા રૂા. 1050 અને ડિજિટલ વજનકાંટો નંગ-1 કિં.રૂા. 200 એમ કુલ રૂા. 2,16,250ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. આરોપીની પૂછતાછમાં તેણે કહ્યું કે, આ હેરોઇન ચાર-પાંચ દિવસ પહેલાં તેના મિત્ર પાસેથી ખરીદી મુંદરા વેચાણ કરવા લઇ આવ્યા હતા . મુંદરા પોલીસ મથકે બંને વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ તળે ગુનો દાખલ કરાયો હતો.