હાજીપીર ભેંસોની ચોરીના ત્રણ આરોપીઓ પોલીસના સકંજામાં

પશ્ચિમ કચ્છમાં કેટલાક સમયથી ભેંસો સહિત પશુચોરીના બનાવોને લઈને માલધારીઓમાં ચિંતા અને અસુરક્ષાની લાગણી છવાઈ હતી. આવા સંજોગોમાં હાજીપીર પોલીસે ભેંસોની ચોરીનો ભેદ થોડા દિવસોમાં જ ઉકેલી ત્રણ આરોપીને ઝડપી કાર્યવાહી કરી છે. સૂત્રો માંથી મળતી માહિતી મુજબ હાજીપીર પોલીસે ભેંસોની ચોરી કરનારા આરોપીને ચોરાઉ ભેંસો તથા યુટિલિટી સાથે ઝડપ્યા છે. વધુની તપાસ હાથ ધરાઇ છે.