આદિપુરમાં ચારવાળીના ચાર રસ્તા પાસે એસ.ટી.એ દ્વિચક્રિય વાહનને હડફેટમાં લેતા મહિલાનું મોત નીપજ્યું
copy image

આદિપુરમાં ચારવાળીના ચાર રસ્તા પાસે એસ.ટી.એ દ્વિચક્રિય વાહનને હડફેટમાં લેતા મહિલાનું મોત નીપજ્યું હતું સૂત્રો માંથી પ્રાપ્ત થતી માહિતી મુજબ અબડાસાના રાયધનપરમાં રહેનાર આધેડ અને તેમના પત્ની પોતાની દીકરી ને ત્યાં કિડાણા ખાતે આવ્યા હતા. દીકરીને મળીને આ બંને પરત જવા દ્વિચક્રિય વાહનપર સવાર થઈને પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે દરમ્યાન તેમનું વાહન આદિપુરમાં ચારવાળી ચાર રસ્તા પાસે પહોંચ્યું ત્યારે રાજકોટ – માંડવી રૂટની બસએ તેમને હડફેટમાં લીધા હતા જેમાં આ પતિ-પત્ની ઘવાયા હતા. તેમને સારવાર અર્થે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન મહિલાએ છેલ્લા શ્વાસ લીધા હતા. એસ.ટી.ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.