ભુજ તાલુકાના કાળીતલાવડીની ખાનગી કંપનીમાં કામ દરમ્યાન 18 વર્ષીય શ્રમિક યુવકને વીજ કરંટ લાગતા તેનું મોત નીપજ્યું

vij-sok

copy image

copy image

 ભુજ તાલુકાના કાળીતલાવડીની ખાનગી કંપનીમાં કામ દરમ્યાન 18 વર્ષીય શ્રમિક યુવકને વીજ કરંટ લાગતા તેનું મોત નીપજ્યું હતું. સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ કાળીતલાવડી સ્થિત કંપનીમાં ગત સાંજે ચાર વાગ્યાના અરસામાં યુવક આ કાર્બન કંપનીના મશીન ઉપર કામ કરી રહ્યો હતો તે દરમ્યાન પગ પર કરંટ લાગતાં તેને સારવાર અર્થે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં લઈ અવાતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતો આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.