રાપરના કીડિયાનગરમાં સીમ વિસ્તારમાં ધાણીપાસા વડે જુગાર રમતા બે ઇસમોને પોલીસે જડપ્યા

copy image

copy image

 રાપરના કીડિયાનગરમાં સીમ વિસ્તારમાં ધાણીપાસા વડે જુગાર રમતા બે ઇસમોને પોલીસે પકડી પાડયા હતા, જ્યારે ત્રણ શખ્સો નાસી જવામાં સફળ રહ્યા હતા. સૂત્રો માંથી પ્રાપ્ત થતી માહિતી મુજબ પકડાયેલા પતા પ્રેમીઓ પાસેથી રોકડ રૂા. 11,450 જપ્ત કરાયા હતા. કીડિયાનગર ગામમાં દરબારગઢ નજીક ડુંગર નીચે બાવળની ઝાડીમાં અમુક ઇસમો જુગાર રમી રહ્યા હતા તે દરમ્યાન અચાનક પોલીસ ત્રાટકી હતી. પોલીસને જોઈ ખેલીઓમાં નાસભાગ થઈ પડી હતી, જેમાં ત્રણ ઇસમો નાસી જવામાં સફળ રહ્યા હતા. જ્યારે બે ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી. અહીંથી પોલીસે રોકડ રૂા. 11,450 તથા ચાર બાઈક, એક મોબાઈલ એમ કુલ રૂા. 66,450નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.