કંડલા-ગાંધીધામ માર્ગે અજાણ્યા વાહનની ટક્કરે ઈજાગ્રસ્તનું મોત

કંડલા -ગાંધીધામ ધોરીમાર્ગ ઉપર અજાણ્યા  વાહનની ટક્કર  ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા  યુવાનનું મૃત્યુ થયું હતું. સૂત્રો માંથી મળતી માહિતી મુજબ અંબિકા કાંટા સામે ગત તા. 23/6ના રાત્રે 9.30 વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. આ અંગે મૃતકના પુત્રની ફરિયાદીને ટાંકીને પોલીસે કહ્યું હતું કે, અજાણ્યાં વાહને રવિભાઈને હડફેટે લીધા હતા, જેના કારણે તેમને શરીરના જુદા-જુદા ભાગોમાં ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. તેમને સારવાર કારગત નીવડે તે પહેલાં તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા. આ ગુનામાં સામેલ આરોપીને પકડી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કરી વધુ તપાસ હાથ ધરી હતી.