બીજા રાઉન્ડમાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારોએ તા. 19-07-2026ના બપોરે 3:00 કલાકથી તા. 22-07-2026 સુધી ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવું

પ્રવેશ સત્ર–૨૦૨૬ અંતર્ગત સરકારી આઈ.ટી.આઈ., ગાંધીધામ ખાતે બીજા રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે. પ્રવેશ મેળવવા ઇચ્છુક ઉમેદવારો માટે સંસ્થા ખાતે ઇલેક્ટ્રિશિયન, વાયરમેન, ફિટર, વેલ્ડર, મિકેનિક મોટર વ્હીકલ (MMV), મિકેનિક ડીઝલ, રેફ્રિજરેશન એન્ડ એર કન્ડીશનિંગ મિકેનિક (RAC), પ્લમ્બર, ડ્રાફ્ટ્સમેન સિવિલ, ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક, કમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ (COPA), હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટર (HSI), ડ્રેસ મેકિંગ, વૂડ વર્ક ટેક્નિશિયન, સોલાર ટેક્નિશિયન (ઇલેક્ટ્રિકલ) તથા ગ્રીન હાઇડ્રોજન પ્રોડક્શન ટેક્નિશિયન સહિત કુલ ૧૬ રોજગારલક્ષી વ્યવસાયોમાં પ્રવેશ ઉપલબ્ધ છે.

બીજા રાઉન્ડમાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારોએ તા. 19-07-2026ના બપોરે 3:00 કલાકથી તા. 22-07-2026 સુધી ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવું, જરૂરી પ્રમાણપત્રો સાથે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવું, ઓનલાઈન રજીસ્ટ્રેશન ફી ભરવી, ઓનલાઈન ચોઈસ ફિલિંગ કરવું તેમજ જરૂરી હોય તો અરજીમાં સુધારા-વધારા કરાવવા માટે સરકારી આઈ.ટી.આઈ., ગાંધીધામ ખાતે સંપર્ક કરવો.

જે ઉમેદવારોએ પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ કન્ફર્મ કર્યો હોય અને બીજા રાઉન્ડમાં ભાગ લેવા ઇચ્છતા હોય તેમણે નિયત સમયમર્યાદામાં Online Consent આપવું ફરજિયાત રહેશે.

સરકારી આઈ.ટી.આઈ., ગાંધીધામ ખાતે પ્રવેશ પ્રક્રિયા સંબંધિત તમામ કામગીરી, માર્ગદર્શન, ઓનલાઈન ફોર્મ ભરવાની સહાય, ડોક્યુમેન્ટ વેરિફિકેશન તથા ચોઈસ ફિલિંગની સુવિધા વિનામૂલ્યે ઉપલબ્ધ રહેશે.

વધુ માહિતી માટે https://itiadmission.gujarat.gov.in વેબસાઇટની મુલાકાત લો અથવા સરકારી આઈ.ટી.આઈ., ગાંધીધામનો રૂબરૂ સંપર્ક કરો.