વાંકુમાં પવનચક્કીમાંથી વાયર તથા ટ્રાન્સફોર્મરની ચોરી
copy image

અબડાસા તાલુકાના વાંકુની સીમમાંથી પવનચક્કીમાંથી વિવિધ વાયર અને વિવિધ ટ્રાન્સફોર્મર્સ એમ કુલ્લે રૂા. 37,300ના મુદ્દામાલની ચોરી થયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. મળતી માહિતી મુજબ જખૌ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર ગત તા. 23/4 પહેલાં તથા 21/7 પહેલાં આ ચોરીનો બનાવ બન્યો હતો. વાંકુની સીમમાં સુઝલોન કંપનીની પવનચક્કીમાંથી ઓરડીના નકૂચા તોડી તેમાંથી વિવિધ પ્રકારના વાયરો તથા વિવિધ ટ્રાન્સફોર્મર્સ જેની કુલ કિં. રૂા. 37,300ની કોઈ અજાણ્યા ચોર ઈસમ ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.