ચીરઇમાં માછીમારી કરવા ગયેલા યુવાનને વીજશોક ભરખી ગયો

vijli dead

copy image

copy image

 ભચાઉ તાલુકાના મોટી ચીરઇ કારખાના નજીક માછીમારી કરવા 19 વર્ષીય યુવાનને વીજશોક લાગતાં તેનું મોત નીપજ્યું  હતું. સૂત્રો માંથી મળતી માહિતી મુજબ મોટી ચીરઇ નિલકંઠ કારખાનાની સામે ગત તા. 21/7ના રાત્રે એકાદ વાગ્યાના સમયાંતરે અપમૃત્યુનો બનાવ બન્યો હતો. નાની ચીરઇમાં  રહેનાર યુવાન કારખાનાં સામે માછીમારી કરવા ગયો હતો ત્યાં તેને વીજશોક લાગતાં તેણે જીવ ગુમાવ્યો હતો. આ બાજુ વીજવાયર ક્યાંથી આવ્યો ? તે સહિતની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.