એ’ડીવીઝન ગાંધીધામ પો.સ્ટે વિસ્તારમાં ટ્રાન્સપોર્ટના વેપારીના થયેલ અપહરણનો ગુનો શોધી કાઢી સંડોવાયેલ કુલે-૭આરોપીઓની ધરપકડ

પોલીસ મહાનિરીક્ષકથી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં શરીર સબંધી તથા મિલકત સબંધી ગુનાઓ શોધી કાઢવા તથા અટકાવવા ખાસ સુચના આપવામાં આવેલ.
ગઈ તા.૨૧/૦૭/૨૦૨૬ ના રોજ એ’ડીવીઝન ગાંધીધામ પો.સ્ટે વિસ્તારમાં જાવેદ નામનો આરોપી તથા તેની સાથેના બે અજાણ્યા ઈસમોએ અગાઉથી કાવત્રુ રચી ફરીયાદી ને ફોસલાવી કારમાં બેસાડી અપહરણ કરી લઈ ગયેલ અને સપના નગર ખાતે એક મકાનમાં લઈ જઈ ફરીયાદી ને ઘેરડા વડે બાંધી ઢોર માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીને ભયમાં મુકી રૂ.૨૦,૦૦,000/-ની માંગણી કરેલ અને ફરીયાદીશ્રીએ ડર ના માર્યા રૂ.૨૦,૦૦,૦૦૦/- આંગડીયા મારફતે આ આરોપીઓને આપતા પોતાને ડાર બેસાડી ઓસ્લો ચાર રસ્તા નજીક ઉતારી કોઈને વાત કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહેલ હતા જે બાબતે એ’ડીવીઝન ગાંધીધામ પો.સ્ટે માં ગુ.૨.ન.૦૯૧૧/૨૦૨૬ ભારતીય ન્યાય સહીંતા ની કલમ-૩૦૮(૫), ૬૧(૨),૩૫૧(૨), ૧૧૮(૧),૨૯૬(બી), ૧૨૭(૭) તથા જી.પી.એડટ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ હતો.
આ ગુના કામે ફરીયાદી જે તે વખતે ગભરાઈ ગયેલ હોય ઉપરોકત મુજબની ફરીયાદ આપેલ હતી. પરંતુ ત્યારબાદ વધુ પુછપરછ કરતા જણાઈ આવેલ કે આરોપીઓએ ફરીયાદીનુ અપહરણ કરી સપનાનગર ખાતે એક મકાનમાં લઈ જઈ દોરડાથી બાંધી દુબઈ રહેતા ફરીયાદીના ભાઈ નરેશભાઈ ઉર્ફે લાલો મજેઠીયા ને વિડીયોકોલ કરાવી આરોપી જાવેદે તારા ભાઈને જાનથી મારી નાખશુ જો તેનો જીવ બચાવવો હોય તો મોટી રકમ આપવી પડશે તેવુ જણાવી આરોપી જાવેદે સ્કેનર મોકલાવી કુલે -૫,૮૪,૫૦૦ USDT જે ભારતીય મુલ્ય કિ.રૂ. ૫,૫૫,૨૭,૫૦૦/- ટ્રાન્સફર કરાવી લીધેલ હતા.
ઉપરોકત ગુનાની ગંભીરતા ને ધ્યાને લઈ પોલીસ અધિક્ષક શ્રી પૂર્વ-કચ્છ ગાંધીધામ નાઓએ જાતેથી સુપરવિઝન રાખી તાત્કાલીક સદરહુ ગુનો શોધી કાઢવા ખાસ સુચના આપતા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી નાયબ પોલીસ અધિક્ષક
અંજાર વિભાગ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર જે.એમ.વાળા એલ.સી.બી. પૂર્વ-કચ્છ ગાંધીધામ તથા પોલીસ ઇન્સપેક્ટર એમ.જે.રાઠોડ એ’ડીવીઝન ગાંધીધામ પો.સ્ટે નાઓની આગેવાનીમાં એલ.સી.બી/એસ.ઓ.જી/નેત્રમ તથા સ્થાનીક એ’ડીવીઝન ગાંધીધામ પો.સ્ટે ના પો.સ્ટેના અધિકારી તથા કર્મચારીઓની અલગ અલગ કુલે-૧૦ ટીમો બનાવી સદરહુ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ શોધવા અલગ અલગ દિશામાં તપાસ ટીમો રવાના કરવામાં આવેલ તપાસ ટીમો દ્વારા સી.સી.ટી.વી. ફુટેજ તથા ટેકનીકલ સર્વેલન્સ આધારે તપાસ કરી અલગ અલગ જગ્યાએથી સદરહુ ગુનામાં સંડોવાયેલ નીચે જણાવ્યા મુજબના આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છેઆ કામગીરી નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી તથા લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેકટર જે.એમ.વાળા તથા એ’ડીવીઝન ગાંધીધામ પો.સ્ટે ના પોલીસ ઇન્સપેક્ટર એમ.જે.રાઠોડ તથા પોલીસ સબ ઇન્સપેક્ટર જે.ડી.પરમાર તથા લોકલ કાઈમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.જી.પટેલ તથા નેત્રમ શાખાના પોલીસ સબ ઇન્સપેકટર જે.જી.રાજ તથા એલ.સી.બી.અને એ’ડીવીઝન ગાંધીધામ પો.સ્ટે. તથા નેત્રમ શાખાના સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.