ભુજ અને માંડવીમાં જાહેરમાં પત્તા ટીચતાં 12 મહિલા સહિત 14 જબ્બે

970736623Jugar

copy image

copy image

 ભુજ અને માંડવીમાં જુગારના બે દરોડામાં બાર મહિલા સહિત 14 ખેલીને પોલીસે દબોચયા હતા. ભુજના કેમ્પ એરિયા બાજુ વાઘેશ્વરી ચોક, સુર્યવંશી પ્રોવિઝન સ્ટોર વાળી ગલીમાં ગંજીપાના વડે જુગાર રમતા સાત મહિલાને રોકડા રૂા.10,650 અને ચાર મોબાઈલ કિ.રૂા.17000ના મુદામાલ સાથે બી-ડિવિઝન પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી. તેમજ માંડવીના દિવાદાંડી પાસે રામેશ્વર ઝૂંપડપટ્ટીમાં જાહેરમાં પતા ટીચતાં નીર્મલાબેન શંકરભાઈ ઝાલા, રોશનીબેન યોગેશ ફોફંડી, કલ્પનાબેન અશોકભાઈ રાઠોડ, જયાબેન ત્રિકમજી ચાવડા, મધુબન જયસુખભાઈ રાઠોડ, જનકબા રવુભા જાડેજા તથા મહેન્દ્ર કરશન ભદ્રેશાને રોકડા રૂા.16,280 અને ત્રણ મોબાઈલ કિ.રૂા.13,000ના મુદામાલ સાથે માંડવી પોલીસે ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.