જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે ૦૭ ઓગસ્ટ સુધી અરજી કરી શકાશે
વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે જવાહર નવોદય વિદ્યાલય, કચ્છ દ્વારા ‘જવાહર નવોદય વિદ્યાલય પસંદગી પરીક્ષા (JNVST) ૨૦૨૭’ માટે રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ વધારવામાં આવી છે. વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને આ પ્રવેશ પરીક્ષા માટે તારીખ ૦૭.૦૮.૨૦૨૬ સુધી અરજી કરી શકાશે.
ધોરણ ૫ માં અભ્યાસ કરતાં હોય અને પાત્રતા ધરાવતા બાળકો માટે જવાહર નવોદય વિદ્યાલય એક ઉત્તમ તક છે. જવાહર નવોદય વિદ્યાલયમાં પસંદગી પામનાર વિદ્યાર્થીઓને સરકાર દ્વારા વિનામૂલ્યે શિક્ષણ, રહેઠાણ, ભોજન અને વિકાસ માટે સુવિધાઓ આપવામાં આવે છે. કચ્છના લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓના વાલીઓને વહેલી તકે ફોર્મ ભરવા અને પોતાના બાળકનું રજિસ્ટ્રેશન કરાવવા જવાહર નવોદય વિદ્યાલય, ડુમરા, કચ્છના આચાર્યશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે.