પીએમ મોદીને નિશાન બનાવનારી એઆઈ સામગ્રી અંગે મેટા સામે કેસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવનારા કથિત રીતે મોર્ફ્ડ અને આપત્તિજનક પોસ્ટની ફરિયાદો બાદ હૈદરાબાદ સાયબર ક્રાઈમ પોલીસે મેટા ઈન્ડિયાના વડા અરૂણ શ્રીનિવાસ અને અનેક સોશિયલ મીડિયા યુઝર્સ વિરુદ્ધ બે એફઆઈઆર દર્જ કરી હતી. મળતી માહિતી મુજબ આ મામલા 29મી જુલાઈના ભાજપના કાર્યકર ટી. સાઈકિરણ ગૌડ અને વ્યવસાયી એસ. અરવિંદ રેડ્ડીસની ફરિયાદોના આધારે નોંધવામાં આવ્યા હતા. તેલંગાણા ભાજપે પોલીસ સમક્ષ આ પોસ્ટને બનાવનારા અને ફેલાવનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી હતી. ફરિયાદો આપત્તિજનક પોસ્ટથી જોડાયેલી છે જેમાં પીએમ મોદીની એઆઈ-નિર્મિત અને ડિજિટલ રીતે એડિટ કરવામાં આવેલી તસવીરો સામેલ છે. આ તસવીરો નીટ પેપર લીક સામે સીજેપીના નેતૃત્વમાં તાજેતરમાં જ થયેલા વિદ્યાર્થી આંદોલન દરમ્યાન વાયરલ કરવામાં આવી હતી.