નગરપાલિકાઓના અધિકૃત વિસ્‍તાર સિવાયના  વિસ્‍તારમાં ઘાસચારો વેચવા પર પ્રતિબંધ

 કચ્છ જિલ્લામાં જાહેર જનતાની સુરક્ષાના હિતમાં જાહેરમાં સરકારી તથા ખાનગી જમીનો પર અનધિકૃત રીતે ઘાસચારો વેચવા પર પ્રતિબંધ મુકતુ જાહેરનામુ ભુજ-કચ્છ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી પાર્થ કોટડીયા દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ ૧૬૩ અન્વયે બહાર પાડવામાં આવેલ છે. જાહેરનામા અનુસાર કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલ તમામ નગરપાલિકાઓની હદમાં અધિકૃત કરેલ સ્થળો સિવાયના કોઈપણ સ્થળ પર ઘાસચારાનો વેપાર કરી શકાશે નહીં.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ-૨૧૫ની આદેશાત્મક જોગવાઇઓ ધ્યાને લઇ આ જાહેરનામાંના ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૨ની કલમ ૨૨૩ અન્વયે ગુના કામે આ જાહેરનામાં હેઠળ તપાસ કરવાનાં જાહેરનામાના પાલન કરાવવાના અને તપાસના અંતે ફરીયાદ રજૂ કરવાના અધિકાર જિલ્લાનાં પોલીસ અધિકારીશ્રીઓ તેમજ હેડ કોન્સ્ટેબલ કે તે ઉપરના કર્મચારીઓને રહેશે.

આ જાહેરનામું આ હુકમ સંમગ્ર કચ્છ જિલ્લાના સમગ્ર વિસ્તાર માટે લાગુ પડશે. આ જાહેરનામું તા.૦૩/૧૦/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ઈસમ ભારતીય ન્યાય સંહિતા- ૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.

કચ્છના કેબલ ઓપરેટરોને પીજીવીસીએલ તથા બીએસએનએલ નેટવર્ક થાંભલાનો ઉપયોગ ન કરવા અંગે જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું

ભુજ-કચ્છ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી પાર્થ કોટડીયા દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ મુજબ જિલ્લામાં કોઇપણ ટી.વી. કેબલ ઓપરેટરે પી.જી.વી.સી.એલના ઇલેકટ્રીક નેટવર્ક તથા બી.એસ.એન.એલ.ના થાંભલા પર ટીવી કેબલ પ્રસ્થાપિત કરેલ હોય તો તે દૂર કરવા અને કોઇએ નવા પ્રસ્થાપિત કરવા નહીં, તેમજ પી.જી.વી.સી.એલ. દ્વારા દૂર કરાયેલ ટી.વી. કેબલ પી.જી.વી.સી.એલના નેટવર્ક પર પુનઃપ્રસ્થાપિત ન કરવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૨૧૫ની આદેશાત્મક જોગવાઇઓ ધ્યાને લઇ આ જાહેરનામાના ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ અન્વયે ગુના કામે આ જાહેરનામાં હેઠળ તપાસ કરવાનાં, જાહેરનામાનાં પાલન કરાવવાનાં અને તપાસનાં અંતે ફરીયાદ રજૂ કરવાના અધિકાર જિલ્લાનાં પોલીસ અધિકારીશ્રીઓ તેમજ હેડ કોન્સ્ટેબલ કે તે ઉપરનાં કર્મચારીઓને રહેશે.

આ જાહેરનામું તા.૦૩/૧૦/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લઘંન કરનાર ઈસમ ભારતીય ન્યાય સહિતા- ૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.


સૈન્‍યના વસ્‍ત્રો કે અન્‍ય ચીજવસ્‍તુઓના
બિનઅધિકૃત રીતે વેચાણ અને ઉપયોગ કરવા પર પ્રતિબંધ

રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને લઈ બજારમાં બિનઅધિકૃત રીતે વેચાતા તથા ઉપયોગમાં લેવાતા સશસ્ત્ર દળોના ગણવેશ (પોશાક) તથા તેને સંલગ્ન અન્ય ચીજ-વસ્તુઓ ઉપર પ્રતિબંધ મુકવા અંગે ભુજ-કચ્છ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી પાર્થ કોટડીયા દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

જાહેરનામા અનુસાર કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલ વિસ્તારમાં કોઇ પણ દુકાનોમાં કે કોઇપણ વ્યક્તિએ સશસ્ત્ર દળોનો ગણવેશ કે તેની સામ્યતા ધરાવતા વસ્ત્રો કે અન્ય ચીજવસ્તુઓનુ બિનઅધિકૃત રીતે વેચાણ કરવું નહિ કે ઉપયોગ કરવો નહિ.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૨૧૫ની આદેશાત્મક જોગવાઇઓ ધ્યાને લઇ આ જાહેરનામાના ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ અન્વયે ગુના કામે આ જાહેરનામાં હેઠળ તપાસ કરવાનાં, જાહેરનામાનાં પાલન કરાવવાના અને તપાસનાં અંતે ફરીયાદ રજૂ કરવાના અધિકાર જિલ્લાના પોલીસ અધિકારીશ્રીઓ તેમજ હેડ કોન્સ્ટેબલ કે તે ઉપરનાં કર્મચારીઓને રહેશે.

આ જાહેરનામું તા.૦૩/૧૦/૨૦૨૬ સુધી અમલમાં રહેશે.